Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

વાપીમાં ગુરુવારે ભાજપાની પદયાત્રા

વાપીમાં ગુરુવારે ભાજપાની પદયાત્રા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘લોકશાહી બચાવો, અરાજકતા દૂર કરો’ના નારા સાથે આગામી ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વાપીમાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સાંજે ૪ વાગ્યે હોટેલ પેપિલોન ચાર રસ્તા સ્થિત શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ચોક ખાતેથી પ્રારંભ થશે. 

જે ગુંજન વંદે માતરમ ચોક થી રોફેલ ગ્રીન કોલેજ રેમન સર્કલ થી હરિયા હોસ્પિટલ અંબે માતા મંદિર સર્કલથી પરત ગુંજન થઈ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ચોક ખાતે પૂર્ણ થશે

આ પદયાત્રા રાજ્યના નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તથા મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નેતૃત્વમાં યોજાશે.