વલસાડ જિલ્લામાં ગ્રામીણ રમતોત્સવ યોજાયો
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાતા ‘જનજાતિય ગૌરવ દિવસ’ અંતર્ગત વલસાડ જિલ્લામાં મંગળવારે વિવિધ સ્થળોઍ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં આપણી સંસ્કૃતિ અને દેશી રમતો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી રસ્સાખેંચ, લંગડી, ભમરડો, વોલીબોલ, કબડ્ડી, સાતડીયું, ત્રીપગી દોડ, કોથળા દોડ, લીંબું ચમચી અને લખોટી જેવી રમતો રમાડવામાં આવી હતી જેમાં ૧૧૭૬ રમતવીરોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વલસાડમાં બાઇ આવાબાઇ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુરમાં ઍસઍમઍસઍમ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડામાં ઍન.આર.રાઉત માધ્યમિક શાળા ખાતે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામમાં નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીચ પાસે ધારાસભ્ય રમણલાલ પાટકર અને પારડીમાં ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિસરાતી જતી પરંપરાગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ -સંગે ઉપસ્થિત મહાનુભાવોઍ રમતવીરોને આ રમતોત્સવનો ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં બાળકો અને યુવાનોનો મોટાભાગનો સમય મોબાઇલ સ્ક્રીન, વિડિયો ગેમ્સ અને સોશિયલ મીડિયા પાછળ વેડફી રહ્ના છે, ત્યારે આપણી સંસ્કૃતિ અને માટીની સુગંધ સાથે જોડાયેલી ગ્રામિણ રમતોને યાદ કરવાનો આ ઉત્સવ ખરેખર ઍક અનોખું સંસ્કારસભર પગલું છે. આપણી પરંપરાગત રમતો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચાવી છે. જેમાં કબડ્ડી, ખો-ખો, ગીલી-દંડો, લખોટી, સાતતાળી (લંગડી), દોરડા ખેંચ અને ભમરડો ફેરવવો તથા અન્ય રમતોનો સમાવેશ થાય છે. આ બધી રમતો આપણા વડીલોની આગવી ઓળખ રહી છે. આ રમતો આપણા શરીરને મજબૂત, ચપળ અને નિરોગી બનાવે છે. સૌથી મોટી વાત ઍ છે કે, આ ગ્રામિણ રમતો આપણામાં ભાઈચારો અને ટીમ વર્કની ભાવના કેળવે છે. હાર અને જીતને હસતા મોઢે સ્વીકારતા આ રમતો આપણને શીખવે છે. જ્યારે આપણે મેદાન પર સાથે દોડીઍ છીઍ અને રમીઍ છીઍ, ત્યારે મોબાઇલ સ્ક્રીન પાછળ ઍકલવાયું જીવન જીવતા બાળકો સાચા અર્થમાં સામાજિક બને છે. આજે આ રમતોત્સવના માધ્યમથી આપણે માત્ર રમવાનું નથી, પરંતુ આપણી જૂની અને અમૂલ્ય સંસ્કૃતિને પુનર્જીવિત કરવાની છે. આપણે સંકલ્પ કરીઍ કે, માત્ર આજનો દિવસ જ નહીં, પરંતુ આપણા દૈનિક જીવનમાં પણ આપણે શારીરિક શ્રમ માંગતી આ રમતોને સ્થાન આપીશું. આ પરંપરાગત રમતોમાં અંડર-૧૫ (ભાઈઓ/બહેનો) માટે લીંબું ચમચી, લંગડી, ત્રીપગી દોડ અને કોથળા દોડ, લખોટી તેમજ અબવ-૧૫ માટે રસ્સાખેંચ, કબડ્ડી, સાતડીયું, કોથળા દોડ, લીંબું ચમચી, વોલીબોલ અને ભમરડાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડમાં ૨૫૮, ધરમપુરમાં ૨૦૪, કપરાડામાં ૨૨૨, ઉમરગામમાં ૨૮૨, પારડીમાં ૨૧૦ મળી કુલ ૧૧૭૬ ખેલાડીઓઍ ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત રમતોની મજા માણી હતી. વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ડ મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર વડે સન્માનિત કરી -ોત્સાહિત કરવામાં આવ્યા હતા.
