લવાછામાં ‘શ્યામ બુલાવા’
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૭ ઃ દેવ ઉઠી અગિયારસ અને તીર્થધામ પંચદેવ મંદિર લવાછાના પાટોત્સવ પ્રસંગે શ્યામ પરિવાર સેલવાસ દ્વારા ભવ્ય ભજન સંધ્યા ‘શ્યામ બુલાવા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાબાનો ભવ્ય દરબાર, અખંડ જયોતિ દર્શન, ૫૬ ભોગ અને ભવ્ય આરતીનું પણ આયોજન છે. તા. ૨૦ નવેમ્બરને શુક્રવારે સાંજે ૭ વાગ્યાથી કાર્યક્રમો યોજાશે જેનો ભાવિક ભકતોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
