વલસાડી ઝાપા ખાતે જલારામ બાપાની જન્મજયંતિઍ યજ્ઞ યોજાયો
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી પંથકમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન વહેલી સવારના જલારામ બાપાની પૂજા આરતી અને યજ્ઞ કરવામાં આવ્યો હતો. પારડી વલસાડી ઝાપા મુકામે વહેલી સવારના બ્રાહ્મણના મંત્રો ચાર સાથે પૂજ્ય જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતીની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન યજ્ઞ કરવામાં આવ્યો હતો. જય યજ્ઞમાં નવ જોડા બેઠા હતાં અને તમામ દેવી-દેવતાઓને આહુતિ આપી હતી. પુંજ્ય જલારામ બાપાના પૂજા સાથે આરતી કરવામાં આવી હતી. આરતી થયા બાદ મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતાં. આ સાથે દમણી ઝાપા ત્રણ રસ્તા પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પૂજા સાથે આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતાં. સાથે સાથે ભજન કીર્તન પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પારડીમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું ઠેર ઠેર જલારામ બાપા ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
