ઉમરસાડી માછીવાડમાં જલરામ જયંતિ ઉત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 18 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ ચતુર્થ દશાબ્દી મહોત્સવ શ્રી જય જલારામ જયંતિ ઉત્સવ ૪૮મું વર્ષ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામ ખાતે ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યું હતું. રામ નામ મે લીન હૈ દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું બોલો શ્રી જય જલારામ હે માનવ પ્રભુને મળવા માટે જે દોડે તે નહીં, પરંતુ જેને મળવા પરમાત્મા પોતે સામે પગલે દોડે ઍ જીવ આત્મા સદભાગી છે. જિંદગી જબ તક રહેગી ફુરસદ ન હોગી કામ સે, કુછ ઍસી ઘડી નીકાલી ઍ પ્યાર કરો શ્રી રામસે શ્રી જય જલારામ જન્મ જયંતી સવંત ૨૦૮૩ કારતક સુદ સાતમને રોજ પૂજ્ય જય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી મહોત્સવની ભારે ધામધૂમથી ઉમરસાડી માછીવાડ ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવનો લાભ લેવા માટે સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તજનો જમાવડો જોવા મળ્યો હતો. સવારે ૬ઃ૦૦ કલાકે બાપાની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ૭ઃ૦૦ કલાકે જલારામ બાપાની શોભાયાત્રા મંદિરેથી ગામમાં કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં દરેક ફળિયાના ભક્તો માર્ગમાં બાપાના દર્શન કરતા જાય અને જોડાતા જાય છે. શોભાયાત્રાના આગમન બાદ ગામવાસીઓ તેમજ અલગ અલગ ગામો માંથી પધારેલ ભાવિક ભક્તજનો બાપાના દર્શન કરી મહાભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્ના હતાં.
રાત્રે ૯ઃ૦૦ કલાકે શ્રી જય જલારામ સેવા સંકુલ દ્વારા આયોજિત ભજન સંધ્યા, રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાવિક ભક્તજનો ભાવથી ભજનનું અમૃત પાન કરતાં નજરે પડ્યાં હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે આખું માહોલ ભજનોની રમઝટ તથાં રાસ ગરબાના તાલે રંગાયું હતું સબ ધરતી કાગજ કરું, લેખની સબ વનરાઈ, સાત સમુંદર કે શાહી કરુ, ગુરુ ગુન લીખા ન જાય શ્રી જય જલારામ બાપાના ભક્ત પરિવાર જશુબેન બી. પટેલના સ્નેહ વંદન તથા ભગુભાઈ બી. પટેલના, અશોકભાઈ બી.પટેલ તેમજ મયુરીબેન ઍ. પટેલ સાથે શ્રી જય જલારામ સેવા સંકુલના ભાઈઓ-બહેનો તેમજ ગામના સ્નેહી ભક્તોજનો ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતાં.
