Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

ડુમલાવમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું

ડુમલાવમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકાના ડુમલાવ ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ જાહેર કરેલા જનજાતિય ગૌરવ દિવસ અંતર્ગત ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી પ્રસંગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનો અનાવરણ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તાલુકામાં ડૂમલાવ ગામ જે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ તરીકે જાણીતું છે. આ ગામમાં પહેલી વખત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત થતાં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનોની ઉપસ્થિતિ વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર ગામમાં આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અહીં ડુમલાવ ગામમાં ડુમલાવ વમળ ફળિયા ખાતે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડા સર્કલમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગ વલસાડ જિલ્લા પંચાયત સભ્ય અદિતિ બેન અંકિતભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિરેન પટેલ, ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ, સાથે આજુબાજુ ગામના સરપંચો અને વિશાળ સંખ્યામાં ડૂમલાવ ગામના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિધિવત ભગવાન બિરસા મુંડાની પૂજા કરવામાં આવી હતી. બાદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પદયાત્રા ભગવાન બિરસા મુંડાના જય જય કાર સાથે કાઢવામાં આવી કાઢવામાં આવી હતી. ઍ પહેલા સમગ્ર ગામમાં ઢોલ નગારા અને આદિવાસી સંસ્કૃતિ પરંપરા મુજબ તુર, તારપા સાથે ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીઍ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. આ પ્રસંગે તમામ આદિવાસી ભાઈ બહેનોને તેઓઍ શુભકામના પાઠવી હતી અંતે મહાપ્રસાદનો લાભ લઇ છુટા પડ્યા હતાં.