Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

પારડીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

પારડીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસૅ અને જનજાતીય ગૌરવ સાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૧૫ નવેમ્બરને સોમવારના રોજ સાંજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ ભવ્ય રીતે યોજવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશની આઝાદીમાં અને આદિવાસી સમાજની ઍકતા અને સંગઠિતતામાં ભગવાન બિરસા મુંડાનું વિશેષ યોગદાન છે,  હવે પેઢીઓ સુધી તા. ૧૫ નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાશે. બિરસા મુંડાઍ સૌને દેશ માટે ઍક થઈને લડવા માટે આહવાન કરી ‘આપણો દેશ, આપણું રાજનો નારો આપ્યો હતો. 

મંત્રીઍ રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે રાજપીપળા ખાતે બની રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમ જોવા અપીલ કરી રૂ. ૩૫૦ કરોડથી વધુ ખર્ચે બનેલી ટ્રાઈબલ યુનિવર્સિટી અને આદિવાસી ભાષા-બોલી અને આદિવાસી પરંપરાગત રમતો લુ ના થાય તે માટે રાજ્ય સરકાર વિશેષ કાળજી લઈ રહી હોવાનું જણાવ્યું હતું.  વક્તા તરીકે વલસાડ સિવિલ હોસ્પિટલના ડો. ચિંતુ ચૌધરીઍ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને જનજાતીય ગૌરવ દિવસની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેશને આગળ લાવવા અથાગ પ્રયાસ કરી રહ્ના છે. ત્યારે આદિવાસી સમાજનો પણ વિકાસ થાય તે માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્ના છે. દેશના વિકાસ માટે નાગરિકો સાથે વખતોવખત વાતચીત થતી રહેવી જોઈઍ જેથી સાચી દિશામાં દેશ વિકાસ તરફ આગળ વધી શકે, જે માટે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવનનો મહિમા સમજાવ્યો હતો. સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકીઍ કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સંમેલનમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વાપી મહાનગર પાલિકાના મેયર દક્ષાબેન પટેલ, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રીઓ, જિલ્લા સંગઠન પ્રભારી વિનય શુક્લા, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્ના હતા.