Damanganga Times.

Damanganga Times.

November 18, 2026

પારડી-પરિયાગામનો માર્ગ બિસ્માર

પારડી-પરિયાગામનો માર્ગ બિસ્માર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડીથી ડુંગરી થઈને પરિયા ગામ તરફ જતા રસ્તામાં ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને રસ્તો ખરાબ થઈ જતાં આ પંથકના લોકો મુશ્કેલી ભોગવી રહ્ના છે. તાત્કાલિક વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાને રિપેર કરવામાં આવે ઍવી જરૂરિયાત ઊભી થઈ છે. પારડીના નેશનલ હાઇવે નંબર ૪૮ના સર્વિસ રોડથી ડુંગરી ગામ તરફ જતા મુખ્ય માર્ગમાં છેક પરીયા ગામ સુધી ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને રસ્તો ખરાબ થઈ ગયો છે. દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં નાના મોટા વાહનો લઈ લોકો પ્રસાર થતાં હોય છે. રસ્તો ખરાબ રહેતા લોકો હાલમાં મુશ્કેલી ભોગવી રહ્ના છે. મોટા ખાડા પડી ગયા હોવાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્ના છે. 

સ્થાનિક જનતાના હિતમાં આ રસ્તો રીપેર કરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે ઍ જનતાના હિતમાં જરૂરી બની ગયું છે.