Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ચંદ્રકાંત ગોગરીનું નિધન

આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ચંદ્રકાંત ગોગરીનું નિધન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૬ ઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક અને સમાજસેવક ચંદ્રકાંતભાઈ ગોગરી (ઉંમર ૮૦)નું ગઈકાલે સાંજે ૪ વાગ્યે નિધન થતાં ઔદ્યોગિક જગત સહિત કચ્છી જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.

કચ્છના માંડવી તાલુકાના નાનાભાડિયાગામમાં જન્મેલા ચંદ્રકાંતભાઈઍ માતા પાસેથી રૂ. ૫ હજારની લોન લઈને વર્ષ ૧૯૭૫માં આરતી કંપનીની સ્થાપના કરી હતી. પોતાની મહેનત, દૂરંદેશી અને ટેકનિકલ જ્ઞાનના બળે કંપનીને દેશની અગ્રણી કેમિકલ કંપનીઓમાં સ્થાન અપાવ્યું હતું.

ઔદ્યોગિક સફળતા સાથે તેમણે સમાજસેવા અને માનવકલ્યાણને પણ જીવનનું ધ્યેય બનાવ્યું હતું. કરોડો રૂપિયાનું દાન આપી ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત કેમૅક્સિલ દ્વારા તેમને સામાજિક ક્ષેત્રે યોગદાન બદલ લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમના નિધનથી ઉદ્યોગજગતે ઍક દૂરંદેશી નેતા અને સમાજે નિઃસ્વાર્થ સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમના નિધન થી વાપી જી આઈ ડી સી અને સરીગામ ખાતે આવેલ કંપની મા પણ શોક નુ મોજું ફેલાઈ ગયું હતું. આજે મુંબઇ ખાતે યોજાયેલા અંતિમ સંસ્કારમાં વાપી-સરીગામથી કંપનીના મુખ્ય અધિકારીઅો અને સ્ટાફના સભ્યો જાડાયા હતાં.