Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

દમણમાં છઠ્ઠ પૂજાઍ દરિયા કિનારે ભક્તિમય માહોલ સર્જાયો

દમણમાં છઠ્ઠ પૂજાઍ દરિયા કિનારે ભક્તિમય માહોલ સર્જાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૧૬ ઃ કેન્દ્રશાસિત -દેશ દમણ મિની ઈન્ડિયા તરીકે ઓળખાય છે. અહીં દેશના વિવિધ રાજ્યો અને -ાંતોના લોકો વસવાટ કરે છે. ખાસ કરીને ઉત્તર ભારત અને બિહારના પરિવારોની મોટી વસ્તી દમણમાં રહે છે.

લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાના અવસરે દમણમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. નાની દમણના પરકોટા શેરીથી લઈને જુપીટર બીચ અને કડિયા દરિયાકિનારા સુધી હજારો પરિવારો ઍકત્રિત થયા હતા. વ્રતધારી મહિલાઓ અને પુરુષોઍ અસ્તાચળગામી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે -ાર્થના કરી હતી.

છઠ પૂજાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષા, દરિયામાં સલામતી, પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે પૂજાવિધિ કરી શકે.દમણના લોકલ લોકો પણ આ જોવામાં હાજર રહ્ના હતા.