Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોઍ રમતો યોજાશે

વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોઍ રમતો યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાતા જનજાતિય ગૌરવ દિવસ અંતર્ગત વલસાડ જિલ્લામાં આગામી તા. ૧૭/૧૧/૨૦૨૬ ના રોજ વિવિધ સ્થળોઍ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોમાં આપણી સંસ્કૃતિ અને દેશી રમતો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી રસ્સાખેંચ, લંગડી, ભમરડો, વોલીબોલ, કબડ્ડી, સાતડીયું, ત્રીપગી દોડ, કોથળા દોડ, લીંબું ચમચી અને લખોટી જેવી રમતો રમાડવામાં આવશે.

આ રમતોમાં ભાગ લેવા માંગતા તમામ રમતવીરો (ભાઈઓ અને બહેનો) ઍ તા. ૧૭/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૦૩ કલાકે પોતાના લાગુ પડતા સ્થળે સ્પર્ધા માટે રિર્પોટિંગ કરવાનું રહેશે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નક્કી કરાયેલ સ્થળો અને રમતોની વિગત અનુસાર, વલસાડમાં બાઇ આવા બાઇ સ્કૂલ ખાતે અંડર-૧૫ (ભાઈઓ/બહેનો) માટે લીંબું ચમચી, લંગડી, ત્રીપગી દોડ અને કોથળા દોડ તેમજ અબવ-૧૫ માટે રસ્સાખેંચ, સાતડીયું, કોથળા દોડ, લીંબું ચમચી અને ભમરડાની સ્પર્ધા યોજાશે. પારડીમાં ડી.સી.ઓ. સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે અંડર-૧૫ માટે લીંબું ચમચી, લંગડી, ત્રીપગી દોડ, કોથળા દોડ અને લખોટી તેમજ અબવ-૧૫ માટે રસ્સાખેંચ, સાતડીયું, લીંબું ચમચી, વોલીબોલ અને લખોટીનું આયોજન કરાયું છે. ઉમરગામમાં નગરપાલિકા ક્રિકેટ મેદાન ખાતે અંડર-૧૫ વિભાગમાં રસ્સાખેંચ, કબડ્ડી, લીંબું ચમચી અને કોથળા દોડ તેમજ અબવ-૧૫ વિભાગમાં રસ્સાખેંચ, કબડ્ડી, કોથળા દોડ, સાતડીયું, લીંબું ચમચી, લખોટી અને ત્રીપગી દોડ રમાડવામાં આવશે. આ ઉપરાંત, નાનાપોંઢામાં ઍન.આર. રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે અંડર-૧૫ સ્પર્ધકો માટે લીંબું ચમચી, કોથળા દોડ, ત્રીપગી દોડ અને લંગડી તેમજ અબવ-૧૫ માટે ભમરડો, રસ્સાખેંચ, કબડ્ડી, કોથળા દોડ, સાતડીયું અને લીંબું ચમચીની રમતો યોજાશે. જ્યારે ધરમપુરમાં ઍસ.ઍમ.ઍસ.ઍમ. હાઇસ્કૂલ ખાતે અંડર-૧૫ માટે લીંબું ચમચી, કોથળા દોડ, ત્રીપગી દોડ અને સાતડીયું તેમજ અબવ-૧૫ માટે રસ્સાખેંચ, કબડ્ડી, કોથળા દોડ અને વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ રમતવીરોને આ પરંપરાગત રમતોમાં ઉત્સાહભેર ભાગ લેવા વલસાડ જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.