ખજૂરડીમાં ૭ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ
- byDamanganga Times
- 17 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના ખજૂરડી ગામના ઉત્સાહી સરપંચ અને હાલના વલસાડ જિલ્લા પંચાયત સભ્ય સ્નેહલ દિલીપભાઈ પટેલ દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા -યાસોથી ગામ ઍક નવી દિશા તરફ આગળ વધી રહ્નાં છે. પવિત્ર દિવાળી પર્વ નિમિત્તે ખજૂરડી ગામને અનોખી વિકાસ ભેટ આપતાં ઍકસાથે ૭ જેટલા વિવિધ લોકઉપયોગી પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત ગામના સૌંદર્યીકરણ અને સુવિધાઓમાં વધારો કરી વિકાસ કાર્યો જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા છે.જેમાં ગામના યુવાનો તેમજ મુલાકાતીઓ માટે ગ્રામ્ય સૌંદર્યને ઉજાગર કરતા ૬ સ્થળોઍ સેલ્ફી પોઇન્ટ ઊભા કરાયા છે. રાત્રિ દરમિયાન ગામમાં પૂરતો પ્રકાશ રહે અને સલામતી જળવાય તે હેતુથી હાઈમાસ્ટ લાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગામની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ઍવા ઐતિહાસિક શ્રી ભવાની માતા મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ કરી ભક્તો માટે ખુલ્લું મુકાયું. ૩૦૦ મીટર વોકવે ગ્રામજનોના આરોગ્ય અને ર્મોનિંગ વોક માટે અદ્યતન ૩૦૦ મીટર લાંબો વોકવે તૈયાર કરી લોકાર્પિત કરાયો છે આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ સહિત કુલ ૭ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ થતાં સમગ્ર ખજૂરડી ગામમાં દિવાળીના તહેવાર ટાણે હર્ષોલ્લાસ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. સ્થાનિક ગ્રામજનોઍ ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા બદલ જિલ્લા પંચાયત સભ્ય સ્નેહલ પટેલની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.
