Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

વલસાડ પાલિકાની ડમ્પિંગ સાઈટમાં આગ લગાડી કચરો અોછો કરવાનો પ્રયાસ!

વલસાડ પાલિકાની ડમ્પિંગ સાઈટમાં આગ લગાડી કચરો અોછો કરવાનો પ્રયાસ!


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગની ઘટનાને લઈને શહેરના જાગૃત નાગરિકો અને રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક તેજ બન્યા છે. ડમ્પિંગ સાઈટ પર વર્ષોથી જમા થયેલા કચરાના નિકાલ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં, વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે આગ લગાડીને કચરો ઓછો કરવાનો -યાસ થઈ રહ્ના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દસ્તાવેજી પુરાવા મુજબ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૨.૦ હેઠળ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત (ગાંધીનગર) દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૨ ના હુકમથી વલસાડ નગરપાલિકાને રૂ. ૧ કરોડ ૬૪ લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૬/૦૨/૨૦૨૩ ના રોજ મળેલી પાલિકાની જનરલ બોર્ડની સભામાં ઠરાવ નં. ૧૬૬ (કામ નં. ૩૬) હેઠળ આ ગ્રાન્ટમાંથી જૂની ડમ્પિંગ સાઈટ પર પડેલા અંદાજે ૪૦,૦૦૦ ટન લેગેસી વેસ્ટ (જૂના કચરા) નો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ ઘટના બાદ હવે ઍવો પ્રશ્ન ઉભો થયો છે કે, જો ફેબ્રુઆરી ૨૦૨૩ માં જ કચરાના નિકાલ માટે ૧.૬૪ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા હતા, તો આજદિન સુધી તેમાંથી કેટલી રકમ વપરાઈ અને હાલમાં કેટલી ગ્રાન્ટ જમા છે જો કચરાનો વૈજ્ઞાનિક નિકાલ થયો હોત તો સાઈટ પર કચરાના આટલા મોટા ઢગલા ન હોત.

મળતી માહિતી મુજબ, વલસાડ નગરપાલિકાની તાજેતરની કારોબારી કમિટીની બેઠકમાં કામ નં. ૩૩ હેઠળ ૅલ્ગ્પ્-૨.૦ ની ગ્રાન્ટ અને લ્થ્પ્પ્લ્સ્ળ્- ૨૦૨૫-૨૬ માંથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ફ્રેશ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સાઈટ ડેવલોપમેન્ટની કામગીરી (ફેસ-૦૧)ૅ માટેના ટેન્ડર ભાવ મંજૂર કરવામાં આવ્યા છે. 

જાગૃત નાગરિકોમાં ઍવી ચર્ચા ચાલી રહી છે કે, ડમ્પિંગ સાઈટ પર નવા પ્લાન્ટ અને સાઈટ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવાનું હોવાથી જગ્યા ખાલી કરવી જરૂરી છે. સાઈટ પર કચરાનો જથ્થો ખૂબ જ વધારે હોવાથી તેનો ખર્ચ અને સમય બચાવવા માટે ઁઆગ લાગીઁ હોવાનું બહાનું આગળ ધરી કચરાનો બારોબાર નિકાલ કરવામાં આવી રહ્ના હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્નાં છે.

આ સમગ્ર મામલે પાલિકા તંત્ર દ્વારા ૨૦૨૩ માં ફાળવાયેલી ૧.૬૪ કરોડની ગ્રાન્ટનો હિસાબ જાહેર કરવામાં આવે અને ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.