ખજુરડીમાં ભવાની માતાજીના મંદિર નિર્માણ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો
- byDamanganga Times
- 17 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના ખજુરડી ગામે વર્ષો જૂના ભવાની માતાજીના મંદિરના નવનિર્માણ નિમિત્તે રવિવાર, તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬ ના રોજ ભવ્ય ગ્રામ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ખજુરડી ગામ પરિવાર તેમજ ગામમાં વસવાટ કરતા તમામ સમાજના પરિવારોના સહયોગથી ૨૫ જોડાંની યજમાન ઉપસ્થિતિમાં નવચંડી યજ્ઞનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર યજ્ઞ દરમિયાન ગામના તમામ સમાજના પરિવારો, વડીલો, યુવાનો અને બહેનો-દીકરીઓઍ ઉત્સાહભેર ભાગ લઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજના લોકોઍ ઍકસાથે પ્રસાદ ગ્રહણ કરી સામાજિક ઍકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભવાની માતાજીના મંદિરના નવનિર્માણ કાર્ય તેમજ નવચંડી યજ્ઞને સફળ બનાવવા માટે ગામના દાતાશ્રીઓ, વિવિધ પરિવારો, વ્યક્તિઓ, મહેમાનો અને સેવાભાવી કાર્યકરોઍ આર્થિક દાન તેમજ વિવિધ પ્રકારની સેવાઓ આપીને અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
આ તમામ દાતાશ્રીઓ અને સેવાભાવી વ્યક્તિઓનો ખજુરડી ગામના માજી સરપંચ તથા વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલ દિલીપભાઈ પટેલે આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે ખજુરડી ગામની સાચી ઓળખ ગામમાં વસતા તમામ સમાજના લોકો વચ્ચે રહેલી ઍકતા, ભાઈચારો, પરસ્પર પ્રેમ અને સહકાર છે. ભવાની માતાજીના આ પવિત્ર મંદિરના નવનિર્માણ અને નવચંડી યજ્ઞના આયોજનમાં તમામ સમાજના લોકોઍ જે રીતે ઍકજૂથ થઈને સહયોગ આપ્યો છે તે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં પણ ગામની આ ઍકતા અને ભાઈચારાની પરંપરા અખંડિત જળવાઈ રહે તેવી તેમણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ ધાર્મિક મહોત્સવને વધુ યાદગાર બનાવવા માટે ત્રણ મંડળીઓ દ્વારા પરંપરાગત ઘેરૈયા નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જગાવ્યો હતો.
આમ, ખજુરડી ગામમાં યોજાયેલો આ નવચંડી યજ્ઞ માત્ર ધાર્મિક આયોજન પૂરતો મર્યાદિત ન રહેતાં તમામ સમાજની ઍકતા, સામાજિક સમરસતા, સંસ્કૃતિ અને સામૂહિક સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્ના હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, સેવાભાવી કાર્યકરો અને મહેમાનોનો ખજુરડી ગામ પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
