Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

ધોલાઈ ગામે પિતૃ મોક્ષાર્થે સદિવસીય શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ

ધોલાઈ ગામે પિતૃ મોક્ષાર્થે સદિવસીય શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૫ ઃ ઍડવોકેટશ્રી સ્વ. નારણભાઈ રતનજીભાઈ ટંડેલ તથા ભીશાની પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે તા. ૧૪-૧૧-૨૦૨૬, શનિવારથી તા. ૨૦-૧૧-૨૦૨૬, શુક્રવાર સુધી સદિવસીય શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. શ્રી નિલેષબાપુના વ્યાસાસને દરરોજ બપોરે ૨ થી સાંજના ૫ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવવામાં આવી રહયું છે. કથાના પ્રારંભે બપોરે હિંમતભાઈ માવજીભાઈ ટંડેલ પરિવારના નિવાસસ્થાનેથી ભજન, ધૂન અને ગરબાની રમઝટ સાથે વાજતે-ગાજતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી, જ્યાં પાદુકા પૂજન અને દિપ પ્રાગટ્યના યજમાન પરિવારના સભ્યો ઍ સેવાનો લાભ લીધો હતો.હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ પિતૃઓના મોક્ષ અને સદગતિ માટે શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ સર્વશ્રેષ્ઠ અને અત્યંત પુણ્યદાયી ગણાય છે. કથાના શ્રવણ માત્રથી મનુષ્યના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, પાપોનો નાશ થાય છે અને અંતે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સ્થાન પ્રા થાય છે. ભીશાની પરિવાર દ્વારા આ પાવન અવસરે કથામૃતનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.