Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

ઉમરગામ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

ઉમરગામ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ઉમરગામ, તા.૧૫ ઃ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉમરગામ તાલુકામાં ઍક સાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સરીગામ ત્રણ રસ્તા ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં પ્રભારી મુકેશભાઈ તિવારી સહિત ચૂંટાયેલા જન-તિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોઍ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વંદન કર્યા હતા.ત્યારબાદ મરોલી ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નારગોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો.ઉમરગામ શહેરના અક્રા મારુતિ સર્કલ ખાતે પણ નગરપાલિકાના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.