Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

વાપીના કાંતિભાઈ પટેલને ‘ભારત પ્રતિભા રાષ્ટ્રીય સન્માન’ ઍવોર્ડ ઍનાયત કરાઈ

વાપીના કાંતિભાઈ પટેલને ‘ભારત પ્રતિભા રાષ્ટ્રીય સન્માન’ ઍવોર્ડ ઍનાયત કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૫ ઃ વાપી નજીક સલવાવના વતની અને પંચ કૈલાશી તરીકે જાણીતા કાંતિભાઈ પટેલે સાહસિક રમતો અને આધ્યાત્મિક સહનશક્તિના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લાનું અને ભંડારી સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત ‘ભારત પ્રતિભા રાષ્ટ્રીય સન્માન’ ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી સ્થિત ભારત પ્રતિભા સન્માન પરિષદ દ્વારા કાંતિભાઈ પટેલને આ રાષ્ટ્રીય સન્માન ઍનાયત કરવામાં આવ્યું છે. પરિષદ દ્વારા ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જારી કરવામાં આવેલા પ્રમાણપત્રમાં તેમની સિદ્ધિઓ, સતત પ્રયાસો, શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજ પ્રત્યેના સમર્પણની વિશેષ નોંધ લેવામાં આવી છે. સાહસિક રમતો અને આધ્યાત્મિક સહનશક્તિના ક્ષેત્રમાં કાંતિભાઈ પટેલે કરેલી કામગીરીને બિરદાવતાં પરિષદે જણાવ્યું હતું કે તેમની પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા સાથે રાષ્ટ્રનિર્માણમાં પણ અર્થપૂર્ણ યોગદાન આપી રહી છે. સાહસિકતા, સંકલ્પશક્તિ અને આધ્યાત્મિક દૃઢતાના સમન્વયથી પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કાંતિભાઈ પટેલને મળેલું આ રાષ્ટ્રીય સન્માન વાપી અને વલસાડ જિલ્લા અને ભંડારી સમાજ માટે ગૌરવની બાબત બની છે. તેમની આ સિદ્ધિ બદલ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અને ભંડારી સમાજના અગ્રણીઓઍ તેમને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.