Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

અબ્રામા વિસ્તાર ના ૪ મકાન અને ૧ આંગણવાડીમાંથી લાખોની મતાની ચોરી

અબ્રામા વિસ્તાર ના ૪ મકાન અને ૧ આંગણવાડીમાંથી લાખોની મતાની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૧૫ ઃ વલસાડ ના અબ્રામા ના  રાજન નગરમાં લાભ પાંચમના દિવસે તસ્કરોઍ ઍકસાથે ચાર મકાન અને ઍક આંગણવાડીને નિશાન બનાવી  લાખો ની મતાની ચોરી થઈ  હોવાની  ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

વલસાડ શહેર ના અબ્રામા વિસ્તાર ના  રાજન નગરમાં રહેતા રાજેશ રતિલાલ ચૌહાણ, રતિલાલ ગાવીત અને કૈલાશબેન ગણેશભાઈ ઠાકોરના મકાન સહિત નજીકની ઍક આંગણવાડીના તાળાં તૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર રસિકભાઈ ગાવીતે જણાવ્યું હતું કે, તેમનો પરિવાર દિવાળીના તહેવારો નિમિત્તે વતન ગામ ગયો હતો. પરત ફરતા ઘરના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા અને અંદર કબાટ તથા અન્ય સામાન વેરવિખેર હાલતમાં હતો. તસ્કરો ઘરમાંથી ચાંદીની મૂર્તિ અને સિક્કા સહિતની કિંમતી વસ્તુઓ ચોરી ગયા હતા. ચોરીની જાણ થતા જ અન્ય પરિવારના સભ્યો પણ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને આ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા જ વલસાડ સિટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન વિસ્તારના ઘ્ઘ્વ્સ્ ફૂટેજ માં બુરખો પહેરેલા ચાર શંકાસ્પદ શખ્સો રેલવે ટ્રેક તરફથી રાજન નગરમાં -વેશતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરી ઍ જ તરફ પાછા જતા નજરે પડ્યા છે. 

હાલ વલસાડ સિટી પોલીસ અને ન્ઘ્ગ્ની ટીમોઍ ઘ્ઘ્વ્સ્ ફૂટેજના આધારે આ ચારેય બુરખાધારી શંકાસ્પદોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.