ખતલવાડાના વિકાસના તથા પડતર કામોને લઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર સમક્ષ રજૂઆત કરાઈ
- byDamanganga Times
- 16 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ ખતલવાડા ગામના સર્વાંગી વિકાસને વેગ આપવા તેમજ ગામમાં લાંબા સમયથી પડતર રહેલા વિકાસકાર્યો પૂર્ણ કરાવવા માટે ખતલવાડા ગામના સરપંચ સુરેન્દ્રભાઈ સહિત ગામના આગેવાનો ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગામના વિવિધ પ્રશ્નો, પ્રાથમિક સુવિધાઓ અને અધૂરા રહેલા વિકાસલક્ષી કામો અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.મુલાકાત દરમિયાન ગામમાં જરૂરી વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવા, પ્રાથમિક સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા તેમજ લાંબા સમયથી બાકી રહેલા કામોને વહેલી તકે પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગામના નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને સ્થાનિક સ્તરે જરૂરી વિકાસકાર્યો અંગે પણ ધારાસભ્યનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.ગામના સર્વાંગી વિકાસ માટે લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન જળવાઈ રહે તેમજ રજૂ કરાયેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી આ મુલાકાત યોજાઈ હતી. ધારાસભ્ય રમણભાઈ પાટકર સમક્ષ ગામના પ્રશ્નો રજૂ કરી વિકાસકાર્યોને આગળ વધારવા માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.આ રજૂઆતથી ખતલવાડા ગામના બાકી રહેલા વિકાસકાર્યોને -ાથમિકતા મળશે અને ગામમાં જરૂરી સુવિધાઓના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા ગામના સરપંચ અને આગેવાનોઍ વ્યક્ત કરી હતી.
