Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

ધરમપુરના ખટાણામાં જલારામ જયંતી ઉજવાશે

ધરમપુરના ખટાણામાં જલારામ જયંતી ઉજવાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૧૫ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખટાણા ગામે ગવળી ફળિયા ખાતે પૂજ્ય જલારામબાપાની ૨૨૭મી જન્મ જયંતી નિમિત્તે આગામી તારીખ ૧૬/૧૧/૨૦૨૬ ને સોમવાર ઍટલે કે કારતક સુદ સાતમના રોજ ભવ્ય મહોત્સવ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ યુવક મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવ અંતર્ગત વહેલી સવારે ૪.૩૦ કલાકે -ભાતફેરી, સવારે ૮.૦૦ કલાકે આરતી અને ૮.૩૦ કલાકે પૂજ્ય બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળશે. બપોરે ૧૨.૩૦ કલાકે આચાર્યશ્રી કશ્યપભાઈ જાની (ખેરગામવાળા) ના વ્યાસપીઠે શાંતિહોમ તથા શ્રી સત્યનારાયણની કથા યોજાશે. બપોરે ૨.૦૦ કલાકે પૂજ્ય કૈલાશપુરી મહારાજના આશીર્વચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.