નાની ઢોલડુંગરીમાં માવલી માતાના દરબારમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 16 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૫ ઃ ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે જય માવલી માતા યુવક મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા નવા વર્ષના શુભ અવસરે માવલી માતાના દરબારમાં સામૂહિક આરતી અને ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૧૦ કલાકે શરૂ થયેલા ગરબા મહોત્સવમાં જાણીતા કલાકારો મેઘના પટેલ, અશોક ટાર્ઝન તથા ગુલાબભાઈ ઍન્ડ પાર્ટી (પીપલખેડ)ના સંગાથે ગરબાની રમઝટ જામી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના સંયોજક તથા છાંયડો હોસ્પિટલના ડો. નિરવભાઈ પટેલ સહિત માજી તાલુકા પંચાયત સભ્ય બિપિન માહલા, કલ્પેશ પટેલ, અવિનાશ પટેલ, ચંદ્રકાન્ત પટેલ, સુનિલ પટેલ અને કાર્તિક ખેરગામ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોઍ પરિવાર સાથે હાજરી આપી માતાજીનાં દર્શન કરી ગરબાનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જય માવલી માતા યુવક મંડળના કિરણ પટેલ, વિજય પટેલ, શૈલેષ પટેલ, લાલુભાઈ પટેલ, રાજેશ પટેલ, જીતુભાઈ પટેલ, હેતલ પટેલ, કંચન પટેલ તથા ગ્રામજનોઍ જહેમત ઉઠાવી હતી.
