ધરમપુરના આસુરા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું
- byDamanganga Times
- 16 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૫ ઃ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર તાલુકાના આસુરા ખાતે આવેલા ભગવાન બિરસા મુંડા સર્કલ પર સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નગરજનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોઍ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યું હતું. ત્યારબાદ સર્કલ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય સહિત આગેવાનો, મહિલા કાર્યકરો અને નગરજનોઍ જાતે સફાઈ કરીને શ્રમદાનમાં સહભાગી બની સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ભગવાન બિરસા મુંડાના જીવન અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવાની સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી આ અભિયાન યોજાયું હતું.
