Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

નાનાપોંઢા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી સ્વચ્છતા અભિયાન યોજાયું

નાનાપોંઢા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી સ્વચ્છતા અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૧૫ ઃ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સાહની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નાનાપોંઢા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સાફ-સફાઈ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીઍ ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારી સ્વચ્છ, જાગૃત અને સંગઠિત સમાજના નિર્માણમાં સહભાગી બનીઍ ઍવું આહવાન કર્યું હતું.

આ અભિયાન દ્વારા મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીના જીવનમૂલ્યો, સંઘર્ષ, બલિદાન અને આદર્શોને યાદ કરી સ્વચ્છતા તથા સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અભિયાનમાં સહભાગી બન્યા હતા.