Damanganga Times.

Damanganga Times.

November 16, 2026

વાંસદાના ગાંધી મેદાનમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ

વાંસદાના ગાંધી મેદાનમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ)

 નવસારી, તા.૧૫ ઃ આદિજાતિ વિકાસ વિભાગ,  અને નવસારી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વાંસદાના ગાંધી મેદાન ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ  વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની અસ્મિતા, સંસ્કૃતિ અને ગૌરવની ઝાંખી જોવા મળી હતી.

આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાઍ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીઍ દેશની આઝાદી તેમજ જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે કરેલો સંઘર્ષ અને આપેલું બલિદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. આદિવાસી સમાજ પ્રકૃતિનો સાચો ઉપાસક અને રક્ષક છે. આ સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું જતન કરવાની સાથે સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરી શિક્ષણ, આરોગ્ય અને વિકાસના માર્ગે આગળ વધવું જરૂરી છે. ભગવાન બિરસા મુંડાજીના આદર્શોને જીવનમાં ઉતારવા અને આદિવાસી સંસ્કૃતિનું જતન કરવું ઍ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્ના છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારના કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે વિશેષ પ્રયાસો થઈ રહ્ના છે. આરોગ્ય ક્ષેત્રે આદિવાસી વિસ્તારોમાં ૧૨ મેડિકલ કોલેજ કાર્યરત છે. આયુષ્માન કાર્ડ, સિંચાઈ સુવિધા, વીજળી જોડાણ, કૃષિ જોડાણ, માર્ગ સુવિધા અને ધાર્મિક-સાંસ્કૃતિક સ્થળોના વિકાસ દ્વારા આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવવામાં આવી રહી છે.

લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીઍ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરીને સમગ્ર આદિવાસી સમાજનું ઐતિહાસિક સન્માન કર્યું છે. ભગવાન બિરસા મુંડાજીના આદર્શોથી પ્રેરાઈને આજનો આદિવાસી યુવા વર્ગ શિક્ષણ, રમતગમત અને વિકાસનાં વિવિધ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્ના છે. આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને જાળવી રાખવાની સાથે નવી પેઢીને પ્રગતિની તકો આપવી ઍ સૌની સહિયારી જવાબદારી છે.

આ પ્રસંગે મંત્રીઍ વાંસદા વિધાનસભા મતવિસ્તારનાં કુલ રૂ. ૫૧.૬૩ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓઍ પોતાના અનુભવો રજૂ કરી યોજનાઓથી મળેલા લાભ અંગે પ્રતિભાવો આપ્યા હતા. 

જિલ્લા કક્ષાઍ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં આકર્ષક લોકનૃત્યોની પ્રસ્તુતિથી થયો હતો. ત્યારબાદ આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.  વડાપ્રધાનના કાર્યક્રમનું ઉપસ્થિત સૌઍ જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.  કાર્યક્રમ ના અંતે ગાંધીમેદાન થી વાંસદા ટાવર સુધી રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ, બહેનો જોડાયા હતા.આ ગૌરવશાળી સમારોહમાં  ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર  કાર્તિક જીવાણી, વાંસદા પ્રાંત અધિકારી શ્રી ભાર્ગવ માહલા,નાયબ વન સરંક્ષક ઉર્વશીબેન,  વાંસદા પ્રાયોજના કચેરીના મદદનીશ કમિશનર પી ડી મનાત, રવિન્દ્ર ગાંવિત  જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  અર્જુનભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતનાં પ્રમુખ  હંસાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખ રશ્મિકાબેન પટેલ સહિતના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, આમંત્રિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્ના હતા.