નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રીઍ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો
- byDamanganga Times
- 16 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સવારે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીઍ સવારે નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી ફૂલહાર પહેરાવીને આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
ત્યારબાદ નાનાપોંઢા સર્કલથી મુખ્ય કાર્યક્રમ સ્થળ હેલિપેડ ગ્રાઉન્ડ સુધી ઍક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને વાદ્યોના તાલે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ આદિવાસી અસ્મિતા અને ગૌરવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શોભાયાત્રા દરમિયાન આદિવાસી નૃત્યમાં નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, આદિવાસી સમાજના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
