વાપીમાં છઠ્ઠ પર્વઍ ઠેર-ઠેર ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરાયું
- byDamanganga Times
- 16 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી પંથકમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ચાર દિવસ સુધી ચાલતા આ મહાપર્વના ત્રીજા દિવસે આજે દમણગંગા નદીના કિનારે તેમજ વિવિધ તળાવોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઍકત્ર થયા હતાં. જ્યાં વ્રતધારી મહિલાઓ અને પુરુષોઍ નદીના વહેતા પાણીમાં ઊભા રહી અસ્તાચળગામી સૂર્યદેવને દૂધ અને જળથી અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ-સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
છઠ્ઠ પૂજાના ત્રીજા દિવસને સંધ્યા અર્ઘ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રતધારીઓ નિર્જળ ઉપવાસ અને ધાર્મિક વિધિ સાથે અસ્ત પામતા સૂર્યની ઉપાસના કરે છે. પૂજાની સામગ્રી, ફળફળાદિ અને પરંપરાગત પ્રસાદથી સજાવેલી ટોપલીઓ સાથે શ્રદ્ધાળુઓ નદી અને તળાવના કિનારે પહોંચ્યા હતાં.
હવે આવતીકાલે વહેલી સવારે ઊગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ વ્રતધારીઓ પારણું કરી ચાર દિવસ સુધી ચાલતા આ મહાપર્વની પૂર્ણાહુતિ કરશે. સમગ્ર વાપી પંથકમાં છઠ્ઠ પૂજાને લઈને ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્ના છે.
