નાનાપોંઢામાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિન ઉજવાયો
- byDamanganga Times
- 16 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્ના હતા. ‘જય જોહાર’ના ગગનભેદી નારા સાથે સંબોધનની શરૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં ઁજનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે આજે દેશના પ્રત્યેક સમાજ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે.
રાજ્ય સરકારની જનકલ્યાણકારી કામગીરીની વિગતો આપતા સંઘવીઍ જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ હેઠળ ગુજરાતના ૧ લાખથી વધુ આદિવાસી પરિવારોને કુલ ૭૪,૦૦૦ હેક્ટરથી વધુ જમીનના માલિકી હકો સોંપવામાં આવ્યા છે. આજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ઍક જ દિવસમાં ૧૮,૦૦૦થી વધુ લાભાર્થીઓને વન અધિકારના પ્રમાણપત્ર અને રેકોર્ડ ઓફ રાઈટ્સ આપીને તેમના ઘરોમાં દિવાળીનો દીપક પ્રગટાવવાનું કામ કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીઍ પોતાના સંબોધનમાં પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર આકરા રાજકીય પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આઝાદી બાદ ૫૦-૫૫ વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસે આદિવાસી સમાજના સપનાઓ પર રોડા નાખવાનું કામ કર્યું હતું. ભગવાન બિરસા મુંડાજીની પણ ક્યારેય યાદ ન કરી. ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી અને આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની શરૂઆત માત્ર ભાજપની મોદી સરકારે જ કરી છે.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર મક્કમ પ્રયાસો કરી રહી છે.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્રનું મહાત્મ્ય જણાવી પ્રસંગોપાત ઉદ્દબોધન કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજના અંતર્ગત રૂ. ૬.૮૨ કરોડના કુલ ૯૩ કામો અને રૂ. ૪૧.૪૯ કરોડના કુલ ૩૮૧ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી સોનલબેન સોલંકી, પ્રદેશ ઍસટી મોર્ચા મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, જિલ્લા સંગઠન પ્રભારી વિનય શુક્લા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિતિ રહ્ના હતા.
