Damanganga Times.

Damanganga Times.

November 10, 2026

ઉમરગામના કાંકરિયા મોરામાં કંપનીમાં આગ

ઉમરગામના કાંકરિયા મોરામાં કંપનીમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૦૯ ઃ ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા કાંકરિયા મોરા સ્થિત યુનિવર્સલ કિચન કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ઉમરગામ ફાયર વિભાગની ટીમ ફાયર બ્રાઉઝર સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોઍ બે કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જોકે કંપનીના રો-મટીરીયલને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે.