ધરમપુરના ગનવામાં યુવાધન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉદ્ઘાટન કરાયું
- byDamanganga Times
- 09 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૮ ઃ ધરમપુર જંગલ વિસ્તારના આંતરિયાળ ગામ દિનેશ,કલ્પેશ,અજય સહિતના અનેક યુવાનોથી બનેલા યુવાધન ગ્રુપ દ્વારા ગનવા ખાતે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને આંબોસી ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચપદના ઉમેદવાર શૈલેષ દેશમુખ,વિષ્ણુ ગાંવિત, સુરેશભાઈ સહરિયા, શીવાભાઈ ગાંવિત,કાર્તિક,કૃણાલ ભોયા,રાજેશ રાઉત અને ગામના વડીલોના હસ્તે કરવામાં આવ્યું.
આ તબક્કે ૮ દિવસ સુધી ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટમા ૪૮ જેટલી ટીમોઍ ભાગ લીધો છે.આ તબક્કે ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગામના બાળકો,યુવાનો,વડીલોને દિવાળીની મીઠાઈઓ ખવડાવીને મોઢું મીઠુ કર્યું હતું અને ઓછા નેટવર્કની અને શાળા,રસ્તા અને પાણીની સમસ્યાઓનું ત્વરિત નિવારણ માટે સરકારને અનુરોધ કર્યો હતો.
