Damanganga Times.

Damanganga Times.

November 09, 2026

બીલીમોરા બજારોમાં છેલ્લી ઘડીઍ ખરીદીનો ધમધમાટ

બીલીમોરા બજારોમાં છેલ્લી ઘડીઍ ખરીદીનો ધમધમાટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૦૮ ઃ દિવાળી પર્વના અંતિમ દિવસોમાં બીલીમોરા શહેરના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડતાં મંદીના માહોલ વચ્ચે વેપારીઓઍ મોટી રાહત અનુભવી છે. શરૂઆતના દિવસોમાં બજારોમાં છવાયેલી સુસ્તી બાદ છેલ્લી ઘડીઍ કાપડ, રેડીમેડ ગારમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સુશોભન સામગ્રી તેમજ મીઠાઈ-ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. શહેરના મુખ્ય માર્ગો ખરીદદારોથી ઉભરાઈ જતાં લાંબા સમય બાદ સારો ઍવો વ્યાપાર થતાં દુકાનદારોના ચહેરા પર રોનક પાછી ફરી છે.