વાપીમાં બિરસા મુંડા સર્કલની કામગીરી શરૂ
- byDamanganga Times
- 09 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા બિરસા મુંડાની જન્મજયંતી પૂર્વે વાપીમાં સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વાપીના રીંગરોડ અને નામધા મુખ્ય માર્ગને જોડતા ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડા સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આવી રહેલી આદિવાસી જનનાયક બિરસા મુંડાની જન્મજયંતીને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે બિરસા મુંડા સર્કલ બનાવવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે હવે સ્થળ પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સ્થળે ચાર બાય ચાર ફૂટનું ફાઉન્ડેશન તૈયાર કરીને બિરસા મુંડા સર્કલ બનાવવામાં આવશે. જન્મજયંતી પૂર્વે સર્કલની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
