Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

દમણની અન્વેષાને ચેન્નઈમાં MBBS માં ગોલ્ડ મેડલ

દમણની અન્વેષાને ચેન્નઈમાં  MBBS માં ગોલ્ડ મેડલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૦૬ ઃ  દમણ માટે ગૌરવની ક્ષણ સમાન સિદ્ધિમાં દમણની પ્રતિભાશાળી વિદ્યાર્થીની અન્વેષા આર. પઢીઍ પ્ગ્ગ્લ્ અભ્યાસક્રમમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરીને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ પ્રા કર્યો છે. શ્રી લક્ષ્મી નારાયણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ (લ્ન્ત્પ્લ્), ભારત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૦૨૬ની પ્ગ્ગ્લ્ બેચમાં સર્વોચ્ચ ગુણ મેળવવા બદલ તેમને આ સન્માન ઍનાયત કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ સ્થિત ભારત યુનિવર્સિટીના મેડિકલ કેમ્પસ ખાતે ૨ નવેમ્બરના રોજ યોજાયેલા ૪૪મા વાર્ષિક પદવીદાન સમારોહમાં ભારત સરકારના નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડૉ. અભિજાત ચંદ્રકાંત શેઠના હસ્તે અન્વેષાને ગોલ્ડ મેડલ ઍનાયત કરવામાં આવ્યો હતો.

સાડા પાંચ વર્ષના પ્ગ્ગ્લ્ અભ્યાસ દરમિયાન અન્વેષાઍ તમામ પ્રોફેશનલ પરીક્ષાઓમાં સર્વોચ્ચ કુલ ગુણ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ઓવરઓલ ગોલ્ડ મેડલ ઉપરાંત તેમને જનરલ સર્જરી, પીડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી, ફાર્માકોલોજી, પેથોલોજી અને ઍનાટોમી જેવા વિષયોમાં પણ વિશિષ્ટ સ્થાન પ્રા થયું હતું. અન્વેષાઍ પોતાની સફળતાનો શ્રેય ભગવાન જગન્નાથ, સંસ્થાના પ્રાધ્યાપકો અને પરિવારજનોને આપ્યો હતો. ભવિષ્યમાં ન્યુરોલોજી અથવા જનરલ સર્જરી ક્ષેત્રે વિશેષતા મેળવી દર્દીઓની સેવા કરવાની તેમની ઇચ્છા છે.

દમણની દીકરીઍ રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિથી સમગ્ર દમણમાં ગૌરવ અને આનંદની લાગણી ફેલાઈ છે.