Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

દિવાળી પર્વે વલસાડ ઍસટી રોજ ૬૦ ઍકસ્ટ્રા બસો દોડાવી રહી છે

દિવાળી પર્વે વલસાડ ઍસટી રોજ ૬૦ ઍકસ્ટ્રા બસો દોડાવી રહી છે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ દિવાળીના મહાપર્વની પરિવાર સાથે ઉજવણી કરવાનો દરેક વ્યકિતના મનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે, રોજી રોટીની શોધમાં પોતાના પરિવારથી દૂર આવતા લોકો પણ આ પર્વમાં પોતાના ઘર ભેગા થતા હોય છે, જેઓને પોતાના વતન કે ગામડે પહોંચવામાં સરળતા પડે તે માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના વલસાડ ઍસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જેનો મોટી સંખ્યામાં મુસાફર જનતા લાભ લઈ રહી છે.  

દિવાળીના તહેવારોમાં વતનમાં જવા માટે મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈ જરૂરીયાત અનુસાર ઍકસ્ટ્રા બસોનું આયોજન વલસાડ ઍસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જે અંગે માહિતી આપતા વલસાડ ઍસટીના વિભાગીય નિયામક ઍસ.પી.માત્રોજા જણાવે છે કે, વલસાડ ઍસટી ડિવિઝનના તમામ ડેપો દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ તા.૦૧/૧૧/ર૦ર૬ થી તા.૦૫/૧૧/૨૦૨૬ સુધી આહવા ડેપોથી સુરત, ચીખલી, વાપી, વલસાડ, સોનગઢ, લુણાવાડા, બીલીમોરા ડેપોથી આહવા, વલસાડ- નવસારી, બારડોલી, અમદાવાદ, દાહોદ, ધરમપુર ડેપોથી સુરત, અમદાવાદ, દાહોદ, નવસારી  ડેપોથી બારડોલી- છોટાઉદેપુર, નાશિક, ધરમપુર, સુરત -વાપી, લીમખેડા તેમજ ગાંધીધામ, લુણાવાડા અને બોરીયા માટેનું ગ્રુપ બુકિંગથી બસ સર્વિસોનું સંચાલન કરવામાં આવી રહ્નાં છે. વલસાડ ડેપોથી આહવા, નાશિક, દાહોદ અને વાપી ડેપોથી અંકલેશ્વર, દાહોદ, નાશિક સુધી ઍકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં  આજદિન સુધીમાં કુલ ૧૩૮ ટ્રીપ, ૨૭૩૮૬ કિ.મી નું સંચાલન કરી કુલ રૂ. ૮,૦૦,૬૯૮ ની આવક મેળવી છે.

 ઍસટીના વિભાગીય નિયામક માત્રોજાઍ વધુમાં જણાવ્યું કે, ઉપરોક્ત્ત દિવાળી ઍકસ્ટ્રા સંચાલન હાલમાં ચાલુ રાખવામાં આવશે તેમજ વિભાગના તમામ ૬ ડેપો દ્વારા દૈનિક ૧૦-૧૦ બસો મળી કુલ ૬૦ બસોનું ઍકસ્ટ્રા સંચાલન દરમ્યાન દૈનિક મુસાફરો ધસારાના ધ્યાને લઈ આયોજન કરવામાં આવશે. નવા વર્ષ બાદ ભાઈબીજ થી લઈ વેકેશન પુર્ણ થાય ત્યાં સુધી તમામ ડેપો દ્વારા તમામ વિદ્યાર્થી ટ્રીપો બંધ કરી ઍકસ્ટ્રા ઍક્ષપ્રેસ/લોકલ બસોનું સંચાલન કરવામાં આવશે જેનો તમામ મુસાફરો દ્વારા લાભ લેવા વિનંતી છે.