Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

વાપીમાં ગાંધી સર્કલથી ઇમરાનગર મસ્જિદ સુધીના બંને સર્વિસ રોડ તૈયાર

વાપીમાં ગાંધી સર્કલથી ઇમરાનગર મસ્જિદ સુધીના બંને સર્વિસ રોડ તૈયાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વાપીના મહાત્મા ગાંધી સર્કલથી સેલવાસ તરફ જતા માર્ગ પર રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે ખોદી નાખવામાં આવેલા બંને સર્વિસ રોડનું કામ પૂર્ણ કરવામાં આવતા સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને મોટી રાહત મળી છે.

પ્રા વિગતો મુજબ, વાપીના પૂર્વ અને પડ્ઢિમ વિસ્તારોને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન વાપી-સેલવાસ રોડ પર મહાત્મા ગાંધી સર્કલથી ઇમરાનગર તરફ જતા માર્ગના બંને તરફ ખોદકામ કરવામાં આવ્યું હતું. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના દુકાનદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્ના હતા. 

આ અંગે સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે દિવાળી પહેલાં જ રસ્તાનું કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

જેના અનુસંધાને છેલ્લા બે દિવસ દરમિયાન મહાત્મા ગાંધી સર્કલથી ઇમરાનગર મસ્જિદ સુધીના બંને સર્વિસ રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રસ્તા બનતા જ વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર સરળ બની છે અને સ્થાનિક લોકોઍ રાહતનો શ્વાસ લીધો છે.