વાપીના જીઍસટી અધિકારીને રતલામમાં અકસ્માત થયો અને ચમત્કાર સર્જાયો
- byDamanganga Times
- 07 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપીમાં ફરજ બજાવતા ઞ્લ્વ્ અધિકારી પ્રવીણ મીણાની કાર મધ્યપ્રદેશના રતલામ નજીક દિલ્હી-મુંબઈ ઍક્સપ્રેસ-વે પર પુલ નીચેથી ખાબકતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. દિવાળીની રજાઓમાં સુરતથી રાજસ્થાનના શ્રીગંગાનગર જઈ રહેલા પરિવારની કાર સાંજે આશરે ૫ૅં૧૫ વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં ઞ્લ્વ્ અધિકારીની પત્ની અને બે માસૂમ બાળકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતગ્રસ્ત કારમાંથી પોલીસને રૂ.૫૦૦ અને રૂ.૨૦૦ની નોટોના બંડલ સહિત આશરે રૂ.૫૪.૫૦ લાખની રોકડ રકમ અને મોટી માત્રામાં સોનાનાં દાગીના મળી આવતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. અકસ્માત બાદ પોલીસ દ્વારા રોકડ અને દાગીનાને કબજામાં લઈ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને તેનો સ્ત્રોત શું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અકસ્માતની તપાસની સાથે રોકડ રકમના સ્ત્રોત અંગે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
