Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘માતૃ પિતૃ વંદના ૩.૦’ ઉત્સવ યોજાયો

બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘માતૃ પિતૃ વંદના ૩.૦’ ઉત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બિલીમોરા, તા. ૦૬ ઃ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ, પાટી ખાતે બુધવારે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના જતન અર્થે ‘માતૃ પિતૃ વંદના ૩.૦’ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓમાં પારિવારિક મૂલ્યો, નૈતિક જવાબદારી અને માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવવાનો હતો.

    કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓઍ ભાવપૂર્ણ વાતાવરણમાં પોતાના માતા-પિતાનું પૂજન અને વંદન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 

સંતાનોના આ સંસ્કાર જોઈ ઉપસ્થિત વાલીઓ પણ ભાવવિભોર બન્યા હતા.

કાર્યક્રમ થકી સંદેશ આપવામાં આવ્યો હતો કે જીવનમાં માતા-પિતા જ પ્રથમ ગુરુ છે અને સાચું શિક્ષણ સંસ્કાર વિના અધૂરું છે.

શાળાના સ્થાપક અધ્યક્ષ બી. જી. ભાટિયાના માર્ગદર્શન હેઠળ શાળા સંચાલક મંડળ, આચાર્ય અને શિક્ષકગણના સહિયારા પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.