Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

ચીખલી બજારમાં દિવાળીની ઘરાકીને લઈ વેપારીઓમાં ચિંતાનું મોજું

ચીખલી બજારમાં દિવાળીની ઘરાકીને લઈ વેપારીઓમાં ચિંતાનું મોજું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૦૬ ઃ દિવાળી ના આડે ગણતરીના દિવસો બાકી હોય છતાં પણ ચીખલી બજારમાં ઘરાકી ન જોવા મળતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે વેપારીઓ દ્વારા લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ દુકાનમાં ભરીને રાખી છે અને ઘરાકી ન નીકળતા વેપારીઓ માં આ વર્ષ પણ ફિક્કું રહેશે ઍવું અનુમાન કરી રહ્ના છે.ચીખલી તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ થતા કેટલાક ગામોમાં પુરના પાણી ફરિવળતા તેમજ ઘરવખરી ચીજ વસ્તુઓ પણ પાણીમાં તણાઈ જતા લોકો માંડ માંડ ઘરવખરી ચીજ વસ્તુઓ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભેગી કરી રહ્ના છે 

અને હાલમાં ખેતરમાં વાવેલ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે મજૂરો પણ બે પૈસા મળી રહેશે ઍમ કરીને કાપણીના કામમાં વ્યસ્ત બન્યા છે 

તો બીજી તરફ દિવાળીના આડે ગણતરીના દિવસો બાકી રહ્ના છે છતાં પણ બજારમાં ઘરાકી ન જોવા મળતા વેપારી આલમમાં ચિંતા જોવા મળી રહી છે.

દર વર્ષે જાહેર તહેવારોના ઍક બે દિવસ અગાઉ જ ઘરાકી જોવા મળતી હોય ત્યારે આ વર્ષે પણ દિવાળીના છેલ્લા ઍક બે દિવસ જ ઘરાકી નીકળશે ઍવી આશા વ્યક્ત કરીને બેઠા છે. 

જોકે દરેક ધંધામાં હવે કોમ્પિટિશન જોવા મળી રહી છે ત્યારે ગ્રાહકો પણ બ્રાન્ડેડ વસ્તુના બદલે હવે રૂટિન ચીજ વસ્તુઓ ખરીદી તહેવારો મનાવી રહ્ના છે.