વલસાડની પુસ્તક પરબના ૫૬મા મણકામાં ૫૫૬ પુસ્તકોને વાંચકો મળ્યા
- byDamanganga Times
- 07 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ દર મહિનાના પ્રથમ રવિવારે વલસાડ શહેરમાં સર્કિટ હાઉસની બાજુમાં તથા અબ્રામા ખાતે ક્રોમા સેન્ટરની બહાર ઍમ બે જાહેર સ્થળોઍ નિયમિત યોજાતું ‘પુસ્તક પરબ, વલસાડ’ નવેમ્બર મહિનાના પ્રથમ રવિવારે ૫૬મા મણકા સાથે સફળતાપૂર્વક યોજાયું. પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ તથા પુસ્તક પરબની સમગ્ર ટીમના સુચારુ આયોજનથી યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૫૫૬ પુસ્તકો વાચકો વાંચવા માટે લઈ ગયા. આજના પુસ્તક પરબમાં રજનીશ ગૌતમ, ઉન્નતિ દવે, ગીતા પટેલ, પ્રકાશ દવે, સાગર પટેલ, વિમલ પટેલ, મનોજ નાયક, કેતનસિંહ દેસાઈ, ચેતના પટેલ, ભૂમિકા પરમાર, યશવંત પાઠક, અલ્પા પટેલ, નંદિની, ભરત માંગુકિયા, જૈમીની ભટ્ટ, પ્રીતમ, દિલીપભાઈ પારેખ, પાયલ યાજ્ઞિક, માનસી શાહ, જગદીશ ભાનુશાલી, આર્યન મહેતા, અનિલ યાદવ, મીતાંગ રાવલ, દેવેન્દ્ર દેસાઈ, શિવાની માવાણી, મમતા દેસાઈ, ચંદ્રિકા પટેલ, સંજય દેસાઈ, દેવપાલ, કેવિન કંથારીયા, રમેશ ચાંપાનેરી, પરેશભાઈ ટંડેલ, હેમંત બલસારા, ભાવીની અખાની, રમા દેસાઈ, દીપિકા શાહ, ઍલિન સોલંકી, ડૉ. શિવાની આચાર્ય, પ્રકાશ પટેલ, રેખા મોરે, સુધા પટેલ, હિમાદ્રી પટેલ, શીતલ પંચાલ, જયેશ ખત્રી, નીલીમા ભાવસાર, અશોક દેસાઈ, જયેશ પારેખ, વિમલ રાજપૂત, રુચિકા સાગર, દક્ષા પ્રજાપતિ, સબીર માછી સહિત અનેક વાચકોઍ મુલાકાત લીધી. પુસ્તકોના માધ્યમથી સમાજમાં વાંચનસંસ્કૃતિનું સંવર્ધન થાય. પુસ્તકોથી માણસ અને માણસથી સમાજ જોડવાની આ નાનકડી પરંતુ અર્થપૂર્ણ યાત્રા સૌના સાથ સહકારથી ચાલુ રહેશે ઍવું જરૂર કહી શકાય.
