ડુંગરી ધોડિયા સમાજનું ગૌરવ
- byDamanganga Times
- 07 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૬ ઃ પારડી ડુંગરી ધોડિયા પટેલ સમાજ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે કે સમાજના પ્રતિભાશાળી યુવાન પટેલ ભૂપતભાઈ ધીરુભાઈઍ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાંથી પીઍચ.ડી. (ડૉક્ટરેટ)ની ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રા કરી છે. ભૂપતભાઈ ધીરુભાઈ પટેલ હાલ શ્રી વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી બી. સી. શાહ આર્ટ્સ કોલેજ, વડાલી ખાતે અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્ના છે. તેમણે પોતાના સંશોધન કાર્ય દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રા કરી છે. આ સંશોધન કાર્યમાં તેમને માર્ગદર્શક તરીકે કોલેજના આચાર્ય ડૉ. ઍન. આર. પટેલનું મૂલ્યવાન માર્ગદર્શન પ્રા થયું હતું. તેમની આ સિદ્ધિથી પારડી ડુંગરી ધોડિયા પટેલ સમાજ તેમજ પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની આ સફળતા સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.ભૂપતભાઈ પટેલની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ પરિવારજનો, સ્નેહીજનો, શિક્ષણજગતના અગ્રણીઓ અને સમાજના આગેવાનોઍ હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી છે.
