Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

વાપીના સ્વદેશી મેળાને અભૂતપૂર્વ પ્રતિસાદ

વાપીના સ્વદેશી મેળાને અભૂતપૂર્વ પ્રતિસાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વાપીના ચલા અજીતનગર મેદાન ખાતે આયોજિત સ્વદેશી મેળાને આ વર્ષે ગત વર્ષ કરતાં પણ વધુ સારો પ્રતિસાદ મળી રહ્ના છે. મેળો પૂર્ણ થવામાં હવે માત્ર બે દિવસ બાકી રહ્ના છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ખરીદી અને મેળાની મુલાકાત માટે ઉમટી રહ્ના છે. વાપી મહાનગરપાલિકા અને શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ સુધી આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ સ્વસહાય જૂથો અને વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત વિવિધ પ્રકારની સ્વદેશી વસ્તુઓનું વેચાણ થઈ રહ્નાં છે.મેળામાં ખરીદદારોની સતત વધતી ભીડને પગલે સ્ટોલધારક વેપારીઓ અને આયોજકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે. સવારે ૧૧થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મેળામાં પરિવાર સાથે લોકો ખરીદી અને મનોરંજનનો આનંદ માણી રહ્ના છે. મેળાના ઉદ્ઘાટન બાદ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો અને અગ્રણીઓઍ પણ મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીઍ આ વર્ષે મળી રહેલા વધુ પ્રતિસાદને પગલે સ્વદેશી મેળો વાપીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.