Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

નાની તંબાડી પ્રા. શાળામાં ‘ઍકલવ્ય હોલ’નું લોકાર્પણ કરાયું

નાની તંબાડી પ્રા. શાળામાં ‘ઍકલવ્ય હોલ’નું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ  નાની તંબાડી ગામની પ્રાથમિક શાળામાં નવનિર્મિત ‘ઍકલવ્ય હોલ’નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ હોલના નિર્માણ માટે ચાલી રહેલા પ્રયાસો આખરે સાકાર થતાં શાળા અને સમગ્ર ગામ માટે ઍક નવી સુવિધાનો ઉમેરો થયો છે. આ હોલ શાળાના વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત ગ્રામજનોના સામાજિક, શૈક્ષણિક અને સામૂહિક કાર્યક્રમો માટે પણ ઉપયોગી બની રહેશે.આ હોલનું નિર્માણ કોઈ ઍક વ્યક્તિના નહીં, પરંતુ ગામના આગેવાનો, ગ્રામજનો અને સેવાભાવી દાતાઓના સહિયારા પ્રયાસો અને યોગદાનનું પરિણામ છે. ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રસિંહ ચંદ્રકાંત પટેલ (ભાયલુભાઈ પટેલ)ના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સૌના સહયોગથી આ સ્વપ્ન હકીકતમાં પરિવર્તિત થયું છે.

આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ ભાયલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘ઍકલવ્ય હોલ’નું નિર્માણ અનેક લોકોની મહેનત, સહયોગ અને યોગદાનથી શક્ય બન્યું છે. આ હોલ સાકાર કરવામાં સૌનો સહિયારો ફાળો રહ્ના છે. આ સાથે ગામમાં પ્રાથમિક શાળાના મકાન સહિત વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે અને ગ્રામજનો માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 

ગામના સર્વાંગી વિકાસમાં સરકારનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્ના છે. સરકારના સહયોગ અને ગ્રામજનોની સહભાગિતાથી ગામ વિકાસના માર્ગે આગળ વધી રહ્નાં છે.પ્રા વિગતો અનુસાર, આ ઍકલવ્ય હોલના નિર્માણ પાછળ અંદાજે રૂ. ૧૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ હોલમાં ઍકસાથે અંદાજે ૩૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જે શાળા તેમજ ગામના વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે. આ હોલના નિર્માણમાં આર્થિક તેમજ સેવાકીય યોગદાન આપનાર અજયભાઈ જયંતીલાલ શાહ, નવીન માંહ્નાવંશી, નિલેશ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ, વિજય પ્રજાપતિ અને વિપુલ પ્રજાપતિનો મહત્વપૂર્ણ સહયોગ રહ્ના હતો.

આ ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રસિંહ ચંદ્રકાંત પટેલ ઉર્ફે ભાયલુભાઈ, પંચાયતના સભ્ય કિરણભાઈ પટેલ, ધીરુભાઈ મહાવ્યવંશી, શંકર પટેલ, ગણેશ પટેલ, ભારતીબેન હરીશભાઈ પટેલ અને હસુબેન સતિષભાઈ પટેલે પણ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો.