વાપીની હાર્દિક જોશી કરાટે ઍકેડેમીના ૧૯ વિદ્યાર્થીઓને બ્લેક બેલ્ટ મળ્યા
- byDamanganga Times
- 07 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ હાર્દિક જોશી કરાટે ઍકેડેમીના ૧૯ વિદ્યાર્થીઓઍ પ્રતિષ્ઠિત બ્લેક બેલ્ટ પ્રા કરી કરાટે ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિમાં વિશેષ ગૌરવની વાત ઍ છે કે બ્લેક બેલ્ટ મેળવનારા ૧૯ વિદ્યાર્થીઓમાં ૧૦ દીકરીઓનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ મહિલા સશક્તિકરણ, આત્મરક્ષા અને દીકરીઓની આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
આ સફળતા પાછળ કરાટે ક્ષેત્રે ૩૫ વર્ષથી સમર્પિત સેવા આપનાર ૭દ્દત્ર્ ર્ઝ઼ીઁ બ્લેક બેલ્ટ ધારક હાર્દિક જોશીનું માર્ગદર્શન રહેલું છે. તેમણે પોતાના જીવનનાં ૩૫ વર્ષ કરાટે કળાના પ્રચાર- પ્રસાર, તાલીમ અને નવી પેઢીના ઘડતરમાં સમર્પિત કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં આશરે ૫૭૦ વિદ્યાર્થીઓ બ્લેક બેલ્ટ પ્રા કરી ચૂક્યા છે. તેમની કરાટે ઍકેડેમી છેલ્લા ૩૧ વર્ષથી વિદ્યાર્થીઓને શિસ્ત, આત્મવિશ્વાસ, સાહસ અને આત્મરક્ષાની તાલીમ આપી રહી છે. બ્લેક બેલ્ટ પ્રા કરનાર વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ વર્ષોની મહેનત, કઠોર તાલીમ, નિયમિત અભ્યાસ અને સમર્પણનું પરિણામ બની રહ્ના હતો. વિદ્યાર્થીઓના ચહેરા પર સિદ્ધિનો આનંદ જોવા મળ્યો હતો, જ્યારે વાલીઓઍ પણ પોતાના સંતાનોની સફળતા પર ગૌરવની લાગણી અનુભવી હતી.
આજના સમયમાં બાળકો અને યુવાનો માટે શારીરિક તંદુરસ્તી, માનસિક મજબૂતી અને આત્મરક્ષા અત્યંત જરૂરી બની છે. ત્યારે હાર્દિક જોશી કરાટે ઍકેડેમી દ્વારા દીકરીઓ સહિત નવી પેઢીને આત્મરક્ષા માટે સક્ષમ બનાવવાનું કાર્ય નોંધપાત્ર છે.
ઍક બ્લેક બેલ્ટ મેળવવો ઍ સિદ્ધિ છે, પરંતુ ૫૭૦ બ્લેક બેલ્ટ ધારકો તૈયાર કરવા ઍ ઍક વિરાસત સમાન છે. હાર્દિક જોશીની ૩૫ વર્ષની સાધના અને ૩૧ વર્ષની સંસ્થાકીય સફર અનેક યુવાનો અને દીકરીઓને શિસ્ત, સાહસ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી રહી છે.
