ગોડથલમાં બે ટેમ્પામાંથી ખેરનો જથ્થો ઝડપાયો
- byDamanganga Times
- 06 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૫ ઃ ચીખલી તાલુકાના ગોડથલ ગામે આવેલ ગામીત ફળીયા ખાતે ખાનગી બાતમીના આધારે ચીખલી વન વિભાગના સ્ટાફ તથા અધિકારી દ્વારા રેડ પાડતા ઍક આઇસર ટેમ્પો નંબર જીજે ૧૫ ર્ીદ્દ ૦૩૨૨ ટેમ્પા ની કિંમત રૂપિયા ૧. ૧૫ લાખ તથા ટેમ્પો નંબર ઍચ આર ૭૪ સી ૬૧૦૦ જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૫ લાખ જેમાં ખેર ઇમારતી લાકડાનો ગેરકાયદેસરનો ઘડતરી કરેલ મુદ્દા માલ બંને વાહનમાં ભરેલ હાલતમાં મળી આવ્યો હતો જેમાં ટેમ્પો નંબર જીજે ૧૫ ઍટી ૦૩૨૨ માં ૧૧૭ નંગ ઘન મીટર ૦.૯૪૮ તથા ટેમ્પો નંબર ઍચ આર ૭૪ સી ૬૧૦૦ માં નંગ ૬૮૫ ઘન મીટર ૭.૪૭૬ જેટલો મુદ્દા માલ મળી કુલ નંગ ૮૦૨ ઘન મીટર ૮.૪૨૪ જેની અંદાજિત કિંમત રૂપિયા ૨. ૩૫.૮૭૨ નો મુદ્દા માલ ઝડપી પાડી હેમલ અર્જુન પટેલ રહે. પટેલ ફળિયા તા. ચીખલી ને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચીખલી તાલુકાના ગોડથલ ગામે અગાઉ પણ મોટા પ્રમાણમાં ખેરનો જથ્થો ગેરકાયદેસર વહન કરતા ઝડપી પાડ્યો હતો ત્યારે ચીખલી તાલુકાનું ગોડથલ ગામ તથા આજુબાજુ નો વિસ્તાર જંગલ ચોરીના લાકડા માટે હબ બની રહ્ના છે ત્યારે ચીખલી વન વિભાગના અધિકારી તથા સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી કરી લાકડાચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે.
