છીરી વડિયાવાડ નહેરમાં ભૂરા રંગનું પ્રદૂષિત પાણી વહેતાં રોષ
- byDamanganga Times
- 06 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૫ ઃ છીરી વડિયાવાડ વિસ્તારમાંથી પસાર થતી નહેરમાં ભૂરા રંગનું પ્રદૂષિત પાણી વહેતું જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી નહેરનું પાણી ભૂરા રંગનું અને દુર્ગંધ મારતું વહી રહ્નાં છે. આ પ્રદૂષિત પાણીના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.
ખેડૂતોઍ પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ દૂષિત પાણી ખેતરોમાં જવાથી પાકને નુકસાન થઈ શકે છે. તેમજ પશુઓ માટે પણ આ પાણી જોખમી બની શકે છે. આ અંગે સ્થાનિકોઍ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી છે. કોઈ કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક આ પાણીના નમૂના લઈ તપાસ કરવામાં આવે અને પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
