Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

વાપીમાં પત્રકાર પર હુમલો કરનાર ૪ આરોપી ઝડપાયા

વાપીમાં પત્રકાર પર હુમલો કરનાર ૪ આરોપી ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૩ ઃ ગત તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ વાપી ગીતાનગર ઍવરસાઇન ટાવરના ર્પાકિંગમાં પત્રકાર ક્રિષ્ના ધનશ્યામ ઝા સાથે ગેરકાયદેસર મંડળી રચી જૂની અદાવતમાં ગાળાગાળી, ઝઘડો કરી ઢીકાપાટુ અને મુક્કાનો માર મારી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલા આરોપીઓને વાપી ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ બનાવ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ઍ પાર્ટગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્નામન સોર્સિસ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.

પકડાયેલ આરોપીઓમાં મુકેશ ઉર્ફે વિજય સુભાષ જીતુપ્રસાદ ગુા ઉ.વ. ૪૧, રહે. હાલ ગીતાનગર સ્ટેશન રોડ, ઍવરસાઈન ટાવર ઍ-વિંગ ફલેટ નં. ૨૦૭ વાપી, મૂળ રહે. ગામ દેવગલીજેરામ, પો.સ્ટ. મદનપુર, જી. દેવરીયા, યુ.પી., ગૌરાંગ ઉર્ફે ગુડ્ડુ પરસોત્તમભાઈ રતીલાલ માલ્હાવંશી ઉ.વ.૩૩, હાલ રહે. માલ્હાવંશી મહોલ્લો, રામધારી ચક્કીની સામે, ગીતાનગર વાપી,સુરજ શર્મા રામબરન શ્રીકાંત શર્મા ઉ.વ.૨૫, હાલ રહે. ગીતાનગર શ્રીજી પેલેસ સામે, પ્રેમનાથની ચાલી રૂમ નં.૪ વાપી, મૂળ ધુમટાહાર, રાયબરેલી યુ.પી.અને રવિકાંત રાજકુમાર શેખી યાદવ ઉ.વ.૩૩, હાલ રહે. રૂમ નં.૦૯, ચૌહાણની ચાલ, મૌનીબાબા મંદિર પાસે, ગીતાનગર વાપીનો સમાવેશ થાય છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ. આર.ડી.પટેલ તથા ઍ.ઍસ.આઈ. પ્રદિપસિંહ પ્રતાપસિંહ , તથા અ.હે.કો. પ્રતિપાલસિંહ ભરતસિંહ ઝાલા તથા અ.હે.કો. વિરેન્દ્ર નરેશભાઈ, અ.પો.કો. ક્રિપાલસિંહ ચંદુભાઈઍ ટીમ વર્કથી કરેલ છે.