Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

ઉમરસાડી રેલ્વે સ્ટેશને ફલાય અોવરબ્રિજ શરુ કરાયો

ઉમરસાડી રેલ્વે સ્ટેશને ફલાય અોવરબ્રિજ શરુ કરાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં આવેલ પારડી રેલવે સ્ટેશન ફાટક પાસેના ફલાય ઓવર બ્રિજ શરૂ કરવામાં આવતા સ્થાનિક જનતાને ફાટકમાંથી મુક્તિ મળી છે અને અવરજવરમાં હવે ટાઈમ પણ બચે છે ઈમરજન્સીમાં પણ લોકો હવે તાત્કાલિક દવાખાને પહોંચી શકે છે ત્યારે હવે આ બ્રિજ પર રાત્રિ દરમિયાન અંધાર પર છવાઈ રહેતું હોય જેથી લાઈટ મૂકવાની જરૂર છે રાત્રિ દરમિયાન અંધારપાટના લીધે અકસ્માત થવાના પણ સંભવ રહે છે જેથી જવાબદાર વહીવટી તંત્ર દ્વારા લાઈટની વ્યવસ્થા બ્રિજના ઉપર કરવામાં આવે ખૂબ જ જરૂરી બની ગયું છે બ્રિજ ની સુંદર સગવડ થઈ છે અને લોકોને લાભ પણ મળી રહ્ના છે.

પરંતુ રાત્રી દરમિયાન બ્રિજના ઉપર લાઈટ ના અભાવે સ્થાનિક લોકોને કોઈક વખત અકસ્માતનો ભોગ બનવું પડે છે જેથી લાઈટ વહીવટી તંત્ર દ્વારા ઝડપથી મૂકવામાં આવે ઍ જનતાના હિતમાં જરૂરી બની ગયું છે.