Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

દિવાળીમાં બહાર જવાના હોવ તો પોલીસને જાણ કરો

દિવાળીમાં બહાર જવાના હોવ તો પોલીસને જાણ કરો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ દિવાળીના તહેવારો દરમિયાન મોટાભાગના પરિવારો વતનમાં કે ફરવા માટે ઘર બંધ કરીને બહારગામ જતા હોય છે. ત્યારે આ તકનો લાભ ચોર ટોળકીઓ ઉઠાવતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવેઍ નાગરિકોને અપીલ કરી છે અને કેટલીક તકેદારી રાખવા જણાવ્યું છે. ડીવાયઍસપી બી.ઍન. દવેઍ જણાવ્યું હતું કે, દિવાળી વેકેશનમાં ઘર બંધ કરીને જાઓ ત્યારે તમારા વિશ્વાસુ પાડોશીને અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરો. ઘરમાં વધુ રોકડ રકમ કે કિંમતી દાગીના રાખવાનું ટાળો, લોકર કે બેંકમાં સુરક્ષિત રાખો.ઘરના તમામ દરવાજા, બારીઓ અને તાળા વ્યવસ્થિત રીતે ચેક કરીને બંધ કરો. શક્ય હોય તો સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ઍલાર્મ સિસ્ટમ ચાલુ રાખો. સોશિયલ મીડિયા પર ‘અમે બહારગામ જઈ રહ્ના છીઍ’ કે હાલના લોકેશન સાથેના ફોટા પોસ્ટ કરવાનું ટાળો. અજાણી વ્યક્તિ ઘરની આસપાસ ફરતી દેખાય તો તુરંત ૧૦૦ નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડને સૂચના આપી, પોલીસ તંત્ર પણ તહેવાર દરમિયાન રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવશે. નાગરિકો થોડી તકેદારી રાખશે તો ચોરી જેવા બનાવો અટકાવી શકાશે અને દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ રીતે માણી શકાશે, તેમ ડીવાય ઍસપી દવેઍ અંતમાં ઉમેર્યું હતું.