Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

SBPP બેંકનું ટર્નઅોવર રૂ. ર,૦૦૦ કરોડને પાર

SBPP બેંકનું ટર્નઅોવર રૂ. ર,૦૦૦ કરોડને પાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ લ્ગ્ભ્ભ્ કો-ઓપરેટિવ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વ્યવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તા.૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બેંકે પ્રથમ વખત કુલ વ્યવસાયનો આંકડો રૂ. ૨,૦૦૦ કરોડને પાર કર્યો છે. બેંકની કુલ ડિપોઝિટ રૂ. ૧,૨૨૦ કરોડથી વધુ અને કુલ ધિરાણ રૂ. ૭૮૦.૬૩ કરોડથી વધુ થયું છે. આ સિદ્ધિથી બેંકની નાણાકીય સધ્ધરતા, કાર્યક્ષમ સંચાલન અને સભાસદો તથા ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક બની છે. વર્તમાન પડકારજનક આર્થિક પરિસ્થિતિમાં પણ વલસાડ જિલ્લામાં માત્ર ૧૧ શાખાઓ ધરાવતી આ બેંકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી સભાસદોને નિયમિત રીતે ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવીને બેંકે પોતાની મજબૂત નાણાકીય સ્થિતિનો પરિચય આપ્યો છે
ઉલ્લેખનીય છે કે બેîકને લ્ઘ્બ્ગ્ખ્ પ્રાઇડ ઍવોર્ડ્સમાં બે કેટેગરીમાં સન્માન પણ પ્રા થઈ ચૂકયા છે.
 બેંકની આ સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કરતાં બેંકના કસ્ટોડિયન શ્રી રાજેશભાઈ જી. રાણાઍ જણાવ્યું હતું કે, ‘આ સફળતા અમારા સભાસદો અને ગ્રાહકોના વિશ્વાસ તથા બેંકની સમગ્ર ટીમની નિષ્ઠા અને મહેનતનું પરિણામ છે. અમે આ પ્રગતિને વધુ આગળ વધારવા અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છીઍ. તેમણે બેંકની પ્રગતિમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના યોગદાનનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
અને લ્ગ્ભ્ભ્  કો-ઓપરેટિવ બેંક આગામી સમયમાં પણ પોતાની પ્રગતિની યાત્રાને વધુ વેગ આપવા, વ્યવસાયનો વ્યાપ વધારવા, આધુનિક ટેકનોલોજી અપનાવવા અને ગ્રાહકોને વધુ સારી તથા સુવિધાજનક બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ હોવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.