Damanganga Times.

Damanganga Times.

November 03, 2026

આજે વલસાડમાં રાજયના પ્રથમ ‘પ્રભા’ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ

આજે વલસાડમાં રાજયના પ્રથમ ‘પ્રભા’ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વલસાડ જિલ્લાનામાં વિકાસ કાર્યોની ભેટ આપવા માટે તા. ૩ નવેમ્બરને મંગળવારે વલસાડ આવી રહ્ના છે ત્યારે ગુજરાતમાં પ્રથમવાર વલસાડ શહેરના તિથલ રોડ પર કલેકટર બંગલા પાસે બપોરે ૧૨-૩૦ કલાકે ‘‘પ્રભા- પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્નાં છે. આ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ થાય અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સરળતાથી મળી રહે તે હેતુથી ‘પ્રભા – પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો’ શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે.
આ પહેલ અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ થાય અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સરળતાથી મળી તેવા આશય સાથે વિવિધ વિસ્તારોમાં કુલ ૧૦ સ્થળોઍ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો માટે સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનાં તાજાં શાકભાજી, મોસમી ફળો, અનાજ, કઠોળ, મસાલા તથા અન્ય કૃષિ પેદાશો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવામાં આવશે. આ વેચાણ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો, ખેડૂતોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે વધુ તકો પૂરી પાડવાનો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રચાર-પ્રસારને વેગ આપવાનો છે. આ માધ્યમથી ખેડૂતોને સ્થાનિક બજાર ઉપલબ્ધ થવાની સાથે ગ્રાહકોમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશો અંગે જાગૃતિ વધશે. જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, તેમની પેદાશોનું યોગ્ય વેચાણ થાય અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.