વલસાડ મધ્યસ્થ બસ સ્ટેશને જાહેરાતોનો ત્રાસ : જીપીઍસનું ઍક જ ડિસ્પ્લે
- byDamanganga Times
- 03 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૦૨ ઃ વલસાડ જિલ્લા મથકે અધ્યતન બસ સ્ટેશન બનાવ્યા બાદ તેની ડિસ્પ્લે ટૂકજીવી નીવડી હતી. દરેક પ્લેટફોર્મની સરકતી ડિસ્પ્લે બંધ હાલતમાં છેલ્લા ચાર વર્ષથી છે, તંત્રને પુનર્જીવિત કરવાની તસ્દી મળી નથી. જ્યારે ઍકમાત્ર નંબર દર્શાવતી દસેક ડિસ્પ્લે મા હાલમાં જાહેરાતોનો ભરપૂર મારો ચાલે છે પરિણામે પ્રવાસીઓ પ્રતીક્ષા કરતા કરતા અવાજથી કંટાળી જાય છે્ જ્યારે બસની માહિતી મેળવવા માટે જે જીપીઍસ ડિસ્પ્લે મૂકેલી છે તે ઍક માત્ર નાનીસ્ક્રીન અને ઊંચે છે જેથી ઘણાને તે વાંચવામાં તકલીફ પડે છે આવી ડિસ્પ્લે કંટ્રોલ કેબિન પાસે માણસની ઊંચાઈઍ ઍટલે કે સાતેક ફુટ પર બે બે હોવી જોઈઍ.
